THERACURE CLINIC : વૈશ્વિક કક્ષાની રીહૅબિલિટેશન સર્વિસમાં દાયકાની સફર

કેટલીક યાત્રાઓ મહત્ત્વાકાંક્ષા સાથે શરૂ થાય છે, તો કેટલીક કોઈ ચોક્કસ હેતુ સાથે. કઈ રીતે ફિઝિયોથેરપી જીવનની ગુણવત્તાને ફરીથી સુધારી શકે છે એ વિચારથી ડૉ. પૂજા અશ્વિન મહેતાની રીહૅબિલિટેશનની સફર ૧૧ વર્ષની વયથી જ પ્રારંભાઈ હતી. આજે તેમની આ યાત્રા બે દાયકાઓ સુધી વિસ્તરી છે અને એના પરિણામસ્વરૂપ આપણને મળ્યું છે THERACURE CLINIC!

ડૉ. મહેતાએ ખ્યાતનામ શેઠ જી. એસ. મેડિકલ કોલેજ અને KEM હૉસ્પિટલમાંથી ઑક્યુપેશનલ થેરપીમાં બૅચલર ડિગ્રી (B.O.Th) મેળવી. શરૂઆતમાં તેમનું વલણ ફિઝિયોથેરપી તરફ નમેલું હતું, પણ ઑક્યુપેશનલ થેરપીના ઊંડાણપૂર્વકના અભ્યાસથી તેમને તેનું મહત્ત્વ સમજાયું. એ પછી તો દરદીઓ માટે માત્ર હલનચલન જ નહીં, પરંતુ સ્વતંત્રતા અને તેમના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો સિદ્ધાંત THERACUREના સર્વાંગી અભિગમનો આધારસ્તંભ બની ગયો.

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ૨૧ વર્ષનો બહોળો ક્લિનિકલ અનુભવ મેળવનાર ડૉ. મહેતા ન્યુ જર્સી અને ન્યુ યોર્કમાં લાઇસન્સપ્રાપ્ત ઑક્યુપેશનલ થેરપિસ્ટ છે. તેમણે આઉટપેશન્ટ ક્લિનિક્સથી માંડીને લૉન્ગ ટર્મ અને સબ-એક્યુટ રીહૅબિલિટેશન સેન્ટર્સ, અસિસ્ટેડ લિવિંગ અને ઇન્ડિપેન્ડન્ટ લિવિંગ સેટિંગ્સ સહિત ૧૭થી વધુ હેલ્થકેર સુવિધાઓમાં કામ કર્યું છે. તેમણે કારકિર્દી દરમિયાન નવજાત શિશુઓથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધીના ૧૯,૦૦૦થી વધુ દરદીઓની સારવાર કરી છે.

૨૦૨૬માં THERACURE CLINIC મુંબઈમાં નૈતિક, પુરાવા આધારિત અને વૈશ્વિક કક્ષાનું રીહૅબિલિટેશન પૂરું પાડીને સફળતાનાં ૧૦ વર્ષ પૂર્ણ કરે છે.

Image

ડૉ. મહેતાને પ્રેક્ટિસ દરમ્યાન મસ્ક્યુલોસ્કેલેટલ અને ન્યુરો-રીહૅબિલિટેશનને લગતાં ૬૦થી વધુ એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે; જેમાં ડ્રાય નીડલિંગ, કપિંગ થેરપી, કિનેસિયો ટેપિંગ, સ્ટ્રોક રીહૅબિલિટેશન, પોશ્ચર કરેકશન, બેલેન્સ એન્ડ ફોલ-પ્રિવેન્શન ટ્રેનિંગ તેમજ પીડિયાટ્રિક ડેવલપમેન્ટલ રીહૅબિલિટેશનનો સમાવેશ થાય છે. આ વ્યાપક તાલીમના અનુભવે THERACUREમાં સામાન્ય દુખાવાથી માંડીને લાંબા સમય સુધી ચાલતા કેસને ચોકસાઈપૂર્વક સારવાર પૂરી પાડવામાં આવે છે.

THERACUREની સ્થાપના રૂટ-કોઝ હીલિંગની ફિલસૂફી સાથે કરવામાં આવી હતી. દરેક દરદી માટે ૧ કલાક સુધી કન્સલ્ટેશન કરવામાં આવે છે જેમાં તેમની આજ સુધીની દવાઓનો અભ્યાસ, પોશ્ચર અને એલાઇનમેન્ટનું વિશ્લેષણ, મૂવમેન્ટનું મૂલ્યાંકન તેમજ મસલ અને કોર ઇવેલ્યુએશનનો સમાવેશ થાય છે. દરેક દરદી માટે ટ્રીટમેન્ટ પ્લાન પારદર્શક, પર્સનલ અને લાંબા ગાળાની સ્વસ્થતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, જેથી દરદીને અન્ય પર નિર્ભર ન રહેવું પડે.

ક્લિનિક કડક વન-ટુ-વન ‘થેરપિસ્ટ-ટુ-પેશન્ટ’ મોડલ અનુસરે છે, જેમાં દરદીની કૅર અને ઝડપી રિકવરી સારી રીતે થઈ શકે છે. THERACURE એના શાંત, હીલિંગ વાતાવરણ અને અદ્યતન ઉપકરણો માટે પણ જાણીતું છે. મોટા ભાગનાં સાધનો યુનાઇટેડ સ્ટેટ્સમાંથી મગાવવામાં આવ્યા છે. અહીં ભારત, USA, UK, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને મિડલ ઈસ્ટ સહિતના દેશોમાંથી પણ દરદીઓ આવે છે.

ઘણા દરદીઓ પહેલાં અન્ય જગ્યાએ નિરાશાજનક સારવાર લઈને આવ્યા હોય છે. ડૉ. મહેતાએ આંતરરાષ્ટ્રીય રમતગમતના દિગ્ગજ બ્રાયન લારા સહિત અનેક મહાનુભાવોની સારવાર કરી છે. દરદી કોઈ પણ હોય — બધાને કૅર સરખી જ મળે છે.

૨૦૨૬ના ‘ભારતનાં ૧૦ સૌથી પ્રભાવશાળી મહિલા લીડર્સ’ અને ‘ભાવિનાં ઘડવૈયા એવા ૧૦ પ્રેરણાદાયી ઑન્ટ્રપ્રેન્યોર્સ’માં સ્થાન મેળવનાર ડૉ. મહેતા પ્રિવેન્ટિવ હેલ્થકેર, પોશ્ચર કરેકશન અને નૈતિક રીહૅબિલિટેશન માટે કટિબદ્ધ છે, જેથી દરદી સારવાર દરમિયાન આત્મીયતા, આદર અને આત્મવિશ્વાસ અનુભવે.

📍 Contact Details

THERACURE CLINIC
ઓપેરા હાઉસ, મુંબઈ

+91 99679 94420 | 022 2400 60379
www.theracure.in

Instagram: drpoojamehtaofficial